આટલી સરસ દુનિયાયાની
રંગત ખુબ જ ન્યારી છે
પરમાત્માની એક વાડીની
આ નાની કુલુ કયારી છે,
તેણે જ તો ઝડ માં ચેતન પુર્યા.
પંખીને આકાશમાં મુંક્યા
તેના જ તો આ ઈશારાથી
ધરતી અને સગર બન્યા,
પોતાની શકિતથી સમગ્ર
સૃષ્ટિ ને નવપલ્લવિત કરવા,
દર વર્ષ તેને નવા વસ્ત્રો
પહેરાવવા વર્ષા રાણીને હોશે
હોશે અહિ, મોકલેજ છે,
તેના આપણે બધા
સાક્ષી ક્યાં નથી ?
નરી વાસ્તવિકતા ગુલાબ અને કાંટાની,
એજ સરખી બાબત ચંદન અને સાપની
વિચારીએ ધ્યાનથી તો
મધ અને મધમાખીની
સહેજ આગળ ચાલીએ
તો ફુલ અને કાળા ભમરાની
સૈથી વિશેષ તો ,,,,,,
અનેક ધર્મ અને માણસની
કેટ-કેટલી અસમાનતા અને
તેથી જ તો કહેવાય છે
કે પોતાના જન્મજાત
સ્વભાવને ચોડવામાં
કોઈપણ માનવ કે વસ્તુને
કેટલીક મુશ્કેલી અનડે છે .
વેરાન રણની રેતીમાં
ક્યાંક થોડી હરિયાળી મળે!
બળબળતા આ તાપમાં
ક્યાંક થોડી ઠડક મળે !
અંધકાર ભરેલી રાતમાં
એકદ જલતો દિપ મળે !
હજજારો ઢોંગી ધુતારાઓમાં
એકાદ સાચા ગુરૂ મળે !
એ બધી બાબતથી પર રહીને
કહું તો પ્રથમ
આ લાગણી હિન માનવમાં ક્યાંક
એકાદ લાગણીનું ઝરણુ મળે !
કાંઈક નવુ શીખવાની
શરૂઆત તો કરવી પડશેને?
ઈશ્વરની આપેલ જિંદગીની
પળો સાર્થક તો કરવી પડશેને?
ધણી બધી દુનિયાદારીને
જોઈને જીવવી પડશેને ?
આટ – આટલી મુશ્કેલી વચ્ચે
અડગતાને લાવવી પડશેને ?
તો ચાલ હવે
આપણી નવનો બધો જ આધાર
ઈશ્વર પર છોડીને આપણે
તેના ચરણોમાં સર્મપિત થઈએ ,,,,,
તેના મય બનીને આપણી
દરેક આશંકાઓ ને
તેની સામે ધરીને
નિર્મળ મને તેને પ્રાર્થીએ ,,,,,,,
કેટ- કેટલી જિન્દગીને ભાગફોડમાં
આપણે ઉલજL રહીએ છીએ,,,,,
કેટ- કેટલા તારા મારાના
ભાગને આપણે વહેચતા રહીએ છીએ ,,,,,
ક્યારેક તો ત્યાં સુધીની
નોબત આવે છે કે
પોત- પોતાના
જ લોહી વહેડાવવા માણસની
તૈયારી થયેલી હોય છે
ત્યારે એમ સહેજે થાય કે
કાગડા – કાગડાની માટીને ખાચ ?
ચાલ શરૂઆત કરીએ
કાંઈક શીખવાની
પછી આદત પડશે
કષ્ટોને સહેવાની
આમતો જિંદગીની
રંગત ક્યાં કાયમ રહેવાની
તેને તો સુખમય બને
ત્યાંસુધી બનાવવાની.
તુજ કહે ક્યાં કોએ આવે છે
જગતમાં બધુ પામીને
અપણે અહીથી જ
કાંઈક મેળવીશુ
થો- ધણુ ગુમાવેને
તો કરીએ તૈયારી ?
તુજ તારા કાર્યથી
આગળ કદમ માંડતો જા
સમસ્યા તારી સાફ કરીને
ઉકેલના ગઢ બાધતો જા,,,,
જિંદગીની વાસ્તવિકતા
ખરેખર કંઈક ઔર છે,,
તેને સાર્થક કરવાની
પણ હૈયે હામ રાખતો જા,,,,
આમ તો સાવલ તને લાખો પજવશે
તે દરેક સવાલને સાવ્હો જવાબ વળતોજા ,,,
સફળતા તારા કદમ ચુમશે
થોડી સમય સાથે ચાલતોજા,,,,
જિંદગીની મજલને
આમ જ ક્પાતી નથી
સંબંધ અને લાગણીની
જલદે સમજ પડતી નથી
એક ને મઠારીએ તો
બીજાનુ ભારે દુ:ખ છે
આ વાસ્તવિકતા છે મિત્ર
બધુનિભાવવુ સહેલુ નથી
તો આ સંબંધને સહેલા બનાવવા માટે
આપણા સ્વાભિમાન અને અન્ય વ્યક્તિ સાથે
આપણી મિત્રાચારીની ભાવના ના બીજને
વાવેને તેના વટવૃક્ષની ડાભીઓ નવ પલ્લવિત થાય
ત્યા સુધી રાહ જોવી પડે,,,
આ કાળની ગતિ કેટલી ન્યારી છે
એક સમયે પિતાની આંગળી પકડી ચાલવા
શીખવતો પુત્ર તેના પિતાનો હાથ પકડી
વૃધ્ધાશ્રમના દ્વાર દેખાડે છે
નાનો હતો ત્યારે લાગતો લાગણીસભર
આજે ખરી ખબર પડી કે તે છે
લાગણીથી જ બેખબર
આ સંસ્કાર તેને ઘેરેથી તો નથી મળ્યા
તો પછી તે પાઅમ્યો ક્યાંથી ?
શોધતા પગેરૂ મળ્યુ એક શેરીનું
કે જ્યાં તેને મળ્યુ છે
પશ્વીમી સંસ્કૃતિના વિચારો,
ટી,વી.ના હલકાપાત્રો,
નોકરો અને આવી બધીઓથી
ખદબદતો માહોલ ,,,,,
આગમન એનુ થયુ કે પાનખરે
વસંત આવી ગઈ
વાતાવરણની પ્રવાહમાં નવી
પલટ આવી ગઈ
વેરાન લાગતી જમીનમાં
માટીની મહેક આવી ગઈ.
કંઈક ધડકતા હૈયામાં
નવી ધડકન આવી ગઈ
ત્યાં સામે ઉભા માટી પુત્રમાં તેને પામીને
જીવવાની હામ આવી ગઈ
આ વર્ષાની રંગત જોઈને
બધાનાં મોં પર કુદરતી
ચમક અકવી ગઈ.
લાવ તને મારા સ્નેહના બાહુપાશમાં
સમાવી એક માં ની લાગણી
તેના લાડલા પુત્ર માટે કેવી હોય છે
તેના સુખદ અનુભવ કરાવું
કારણ કે તુ માઋઅ લોહીનો અંશ છે
તારા સહારે મારી જિંદગીના ઘણા
અરમાન પુર્ણ થવાના છે
તારા ઓવારણા લઈ તને રાષ્ટ્રની સરહદની
રક્ષા કાજે મોકલીને એક શહિદની માતા
હોવાના માનને મારે મેળવવુ છે.
આ નજર તુજથી મળી ગઈ
ત્યારથી આંખની નિંદર ટળી ગઈ....
વિહવળ રાત્રિના અંધકારમા
મારા શ્વાસો- શ્વાસની ગતિ વધી ગઈ
તારી યાદનો પોકાર મને પજવે છે
તે જાણવામાં આજે મારી પુરી
રાત નીકળી ગઈ
ખરેખર કમભાગી આપણે કે
પ્રેમ ને પામવાની ભુલ કરી બેઠા,,,
નહીતર ક્યા મિત્રતાના કોલ
આપણે નહોતા લીધા?
વિતાવ્યુ મે બાળપણ ત્યાં યુવાની આવી ગઈ,,, આ તો ભાઈ ભારે થઈ,
કૈક યુવા હદયના લોકોને તેનાથી તમ્મર આવી ગઈ,,,આ તો ભારે થઈહવેયુવાની વટાવી ઉંમર પાકટ થઈ
સમજના સધળા વ્યવહારની બાજુ હાથમાં મુંકાઈ,
આ તો ભાઈ ભારે થઈ.
બૈરી-છોકરાની રાખવા ખબર જિંદગી કેમ સરકી ગઈ
તેની ન રહી ખબર આ તો ભાઈ ભારે થઈ
આજે વન વટાવ્યા પછી પણ સમજની તૃષ્ણાન
છીપાઈ આ તો ભાઈ ભારે થઈ
જેમ- તમ કરી પાર પાડ્યા પ્રસંગ ત્યાં તો જિંદગી થઈ તંગ આ તો ભાઈ ભારે થઈ
પરણેલા દિકરાની વહુએ કહ્યુ, પપ્પા હવે સાથે રહેવામા નહી રંગ
વૃધ્ધાશ્રમો પન ધણા સારા જ હોય છે તમે ત્યાં જઈ માણજો ઉમંગ,,,,,
મુંકી ઘરની માયા વૃધ્ધાશ્રમમાં પુરાયા હવે ખરેખર જિંદગીની ચોથી અવસ્થા આવી ગઈ
નિરાંત થઈ કરણ કે હવે વેશ નથી
બદલવા અને આ જિંદગી રૂપી નાટકના બધા પ્રવેશ,,,,,
અહિંજ પુર કરવા.
ક્યાં છે તારી લાઘણી ને
કયાં છે તારૂ વ્હાલ?
મને લાગે છે કે એક માં
ઉઠાને અને કરશે હમણા બેહાલ,,,,,
છતા પ્ણ માં અમે તારા પ્રત્યે
કોઈ ફરિયાદ નથી કારન કે
એક સ્ત્રીની લક્ષ્મણ રેખાની જાણ છે
પણ પિતા, દાદા અને કાકાને
તેના વંશને ચલાવનાર ભઈલો
જોઈએ તેમા તારો શું વાંક ?
અમે આપના આવવાની રાહ જોઈને
ઉભા હતા આપ સામે કાં ન મળ્યા?
હજજારો લાગણીના ફુલો પાથરી
રાખ્યા હતા, આપે તેમાં પગ કાં ન મલ્યો?
આમ તો બધાં ને કહેતા ફરો છો,
કે લાગણીના સબન્ધો કાયમના હોય છે
તે સંબંધ ને જાળવવા માટે
હાથમાં હાથ કાંન મેલ્યા
બસ હવે ખોટા હરફ ઉચ્ચારવા રહી વા દે.,,,,,
કાં તારા હાથથી મોતનો જામ દે,,,,,,,
કાં તારા હાથથી મોતનો જામ દે,,,
પણ તારી નમાલી લાગણીથી મને વિરામ દે,,,,
ચાલને કાંઈક અગોચર વિશ્વમાં
જઈને એક જુદી જ જાતનો ચીલો પાડીને
કાંઈક એવી બાજLને હાથમાં લઈએ કે
પછીથી ક્યારેય કોઈને લાચારી ગરીબી કે
ભ્રષ્ટાચારની માયાં જાળમાં ફસાવ ન પડે
ધરતી પરના ઉચનીચના ભેદભાવ તો
મૂળમાંથી જ ટળે,,,,,
આવા સમાજનુ નિર્માણ આપણા
હાથથી ફળે તો
આજે સારાય જન –સમુદાયની
દુવાઓ આપણને મળે,,,,,,
ચાલ આપણી આ નિસ્તેજ લાગણીને
આપણા મનમાથી કાઢીને
તેમા કોઈના પ્રેમની
મધુર પળોને
સમાવીએ,,,,,,,
આકુંઠીત થયેલી લાગનીના
કારણે જ ધણા હદયને પ્રેમ ભગ્ન
કરવા કરતા આવી નઠારી લાગણીને
દુર કરીને તેની જ્ગ્યાએ સાચા
મૈત્રી ભર્યા સંબંધોની શરૂઆત
કરીએ કાંઈક નીરાળી,,,,,
બાલકનુ6 મન સ્વચ્છ
અરિસા જેવુ હોય છે
તમે જેવા ચિત્રને તેની
સામે રાખો તેવુજ
પ્રતિબિબ તેમાં ઝીલાય છે
તો સૌ પ્રથમ જે પ્રતિબિંબ
બનીને કાર્ય કરનાર વ્યકિતઓ છે
તેણે પોતાની દરેક બાબત
પ્રત્યે સજાગ રહી બાળકમાં
દુર્બળ વૃતિનુ નિર્માણ ન
થાય તેનો ખ્યાલ
રખવાઓ જોઈએ.
સૂર્યોદય પછી
ઉઠાનાર શિક્ષક ક્યારેય,
બાળકને સૂર્યોદય
પહેલા ઉઠવાની
શીખ ન આપી શકે ......
હૈ પ્રભુ તે મારા માટે
સર્વ વસ્તુઓનુ નિર્માણ કર્યુ છે
મારા માટે જતે ઘણાબધા
સુખોનુ નિર્માણ કર્યુ છે,
મારી નાનામાં નાની
મુશ્કેલી નો ઉકેલ પણ
હું સમજીશકુ તેવી રીતે
મારી સામે જ રાખેલ છે,
ત્યારે ઘનીવાર તારા આ
દુનિયાને બનાવવા પાછળના
નક્કર કારણોને શોધવા
હું મિથ્યા પ્રયાસ કરુ છું
ત્યારે થાય છે કે ખરેખર આ
બધુ તો તે વિના કારણે સર્જેલુ છે
પણ પછીથી ખ્યાલ આવે છે
કે તું ખરેખર ખુબ જ દયાળુ
અને તારા સમગ્ર બાળકો નો
હિતચિંતક છે
એટલે મારી મતિ કામ ન
અકે પરંતુ તુ ક્યારે ય
ખોટે ભૂલ નક્રે ,,,,,,
એક બગીચાનાં ફૂલની માવજત
કરતા પણ વિશેષ મવજત માનવ
રૂપી ફુલની રાખ્વી જોઈએ, કારન કે
તેને દુનિયાના પ્રશ્નોના સામનો કરવાનો છે
સારાપનાની સૈરભ સમગ્ર વિશ્વમાં
વિસ્તારવાની છે, અને તેણે
જ સમગ્ર માનવ જાતનાં પોષણ
માટેના સૈથી શ્રેષ્ઠપ્રયાસોમાં
પોતાનુ યોગદાન આપવાનું છે.
ઉગતા સૂર્યનો પ્રકાશ મેલવતા પહેલા
રાત્રિના અંધકારને ભોગવવો પડે,
ઝ્ળહળતી સિધ્ધિને પમતા પહેલા
અખુટ મહેનત કરવી પડે,
બીજ માંથી વૃક્ષ બનતા તેને પણ
ધરતીનાં નકકર પોપડાને તોડવો પડે
આમ જ મુશ્કેલીઓ સહન કર્યા બાદ
જ એક સારા વિચાર, સમય કે સિધ્ધિની
નજીક આપણે પહોંચી જઈએ છીએ,,,,
અને તેથીય મહત્વની બાબત તો એ છે કે
તેમ જ્યારે કોઈનાં પથ દર્શક હોય
ત્યારે તમારી જાતને સમજ્યા બાદ
અન્ય વ્યક્તિને સમજવાની કોશિષ
કરી અને એકાદ સમયે તમારા સામેનાં
આત્રની જ્ગ્યાએ રહીને તમારા મનોજગતમાં
તેની સમસ્યાને સમજી શકવાની
તત્પરતા રાખો,,,,,,,
હૈ કુદરક્ત તે મારી પર વિશ્વાસ
મુંકી મને પૃથ્વી પર મોક્લ્યો છે
મારૂ પોષણ કરવા માટે તે વૃક્ષો,
વેલા-વેલી જળ સ્થળ ચેતન આ
બધાનું નિર્માણ કર્યુ છે તો એક તારા
પુત્ર તરીકે મારી પણ ફરજ છે કે
તારી આપેલી તમામ નાની –મોટી
ચીજ- વ્સ્તુઓ નું રક્ષણ કરીશ
તેમાથી મારા ખપનું હશે ,
તેટલું જ લઈશ અને વિશેષમાં,
એ પણ તને ખાત્રી આપુ છું
કે મારા કારણે કોઈને મુશ્કેલી
ઉભી થાય તેવી પરિસ્થિતિનું
નિર્માણ ક્યારેય ન થાય
તેનું ધ્યાન રાખીશ,,,,,
વિચારો ના વમળો ઉઠયા કરે દિનરાત
એક તારે ચહેરો મને પજવ્યા કરે દિરાનરા
આમ તો તને દુર થી નેરખવાની પણ
ઈજાજત નથે છતા મન તને પામવાની
ઝંખના કરે દિનરાત .......
અને તેથી જ તો આ સમયને
પન મરી જાત સાથે વેર છે કે કૈક
પ્રયાસો છતા હેમ ખેમ વિતતો નથી અસહ્ય
યાતનાઓ આપી મને દઝાડવાનુ
ભુલતો નથી હવે જોઊં છુ કે કેટલા સિતમ
તુ મુજ પર કરશે અહી મારા અખુટ
વિશ્વાસે તુ પણ પાછું પગલુ ભરશે,,,,,,,
અપાર પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાની
મજા કાઈ ઔર જ છે તેના નિર્મળ
ટહુંકતા મોર લીલી વનરાઈ અને સમુદ્ર્ના
અફાટ મોજા આ બધુ જ માણસને
જોવામાં નયન રમ્ય લાગે છે
કુદરના આ પ્રકૃત્તિના પ્રતિકો
ખરેખર મન મોહક લાગે છે, માણસ તેને
પમવા તેના સામીપ્યની ઝંખવ લાગે છે
અને ઘ્ણીવાર તો ગાંડોતુર બનીને તેના
સૌંદર્ય ને નીરખતા થાકતો નથી આના
કારણે જ આ પ્રકૃતિ ઘેલા પાગલ સમા
પ્રવાસીઓ વેકેશનમાં ઘણા દિવસો સુધી
પ્રકૃતિઅની ગોઅદમાં આળોટવા ઉમટી પડતા હોય છે,,,, .
માં ના સાનિધ્યામં આપાર હેત
લોખ લાડ, અસંખ્ય લાગણીને
અખુટ પ્રેમના ઝરણા સમો હાથ જે બાળકના
માથા પર ફરે છે,તે બાળકને વિશ્વાના સુખી
સંપન્ન લોકોથી પણ વધારે સુખી ગણી શકાય
કેમકે આજ સુધી આ
આંખોએ ધણી વાસ્તકિતા નિહાલી છે
એક જ આભાનીચે રહેલા છતા
ધણા ઘેર દિવાળી અને ધણા ધેર હોળી છે
પણ માં એ જેને સાચવ્યો જેના પર
જીંદગી ઢોળી છે તે પુત્રના સુખને
માટે તેણે દુનિયા પણ કહોળી છે
આ એજ માં કે જેણે પુત્રના
ખાતર પોતાની જિંદગીને કામમાં ઝબોળી છે
હે નાથ ……..
થાય છે કે તુ સમીપ છે
છતા મનમાં આશંકાના ધોડાઓ
પૂરપાટ ઝદપે દોડે છે, થાય છે
કે જો તુ હોય તો આ એકને
ગોળ અને એકને ખોળ શા માટે?
પણ રહી રહીને એમ પણ
થાય છે કે તુ ક્યારેય ભૂલતો નજ
કરે જેને લાયક જે ઠરે તેને તુ એવો
જ ક્રે... છતા પણ મને તારા પરના
વિશ્વાસને ગુમાવવાની સહેજ પણ
ઈચ્છા નથી કારણ કે આ આશંકા
ને તારા ચરણે ધરીશ એટલે મારો
બધો જ બોજ તારે વંઢોરવાનો
મારે તો બસ નિરાંત ....તો લ
હવે તુ જ સંભાળ રૂપી મનને......!
દરિયાના મોજાને રેતની સાથે જતો
સાચો સ્નેહ છે અને તેથી જતો
તે દરેક ઉછળતે મોજે રેતન
આલિંગના આપે છે તેને વિસ્તારે છે
તેને સ્નેહથી તરબોળ કરે છે
સામે રેત પણ તેની બાહુપાશ
માં જકડાઈને દરિયાની ઉંડાઈ સુધી
જવામા ધન્યતા અનુભવે છે....
અને જે રેત તેના સાનિધ્યને
પામી નશકી હોય તે કોઈને કોઈ
સ્વરૂપે દરિયાની યાદી રૂપ છિપલાના
ઢગને સંધરી રાખે છે, ખરેખર
આવો જ પ્રેમ કાંઈક ખાસ હોય છે .....
મહેકતી જિંદગીની મધુર પળો
માણજે મને તારી જિંદગીની
આસ-પાસ જાણજે,
ધણાબધા શમણાને સમજાવીને
માણજે,, કારણ કે એજ સીડી છે તેમા
તેમા મારી દુવાઓ હરપળ
તારી સાથ છે તુજથી ભલે દુર
હોય તો પણ છુ. તારી આસપાસ
એ વાત તુ જાણ જે ,,,,,,
કેમ બા બોલતી નથી આટલી
ગમગીન કા? હુંતો તારી અંશ
છુ ને તું આટલી ઉદાસીન કા?
હા ગું પામી ગઈ કારણ કે
કાલે તુ અને પપ્પા બહાર જવાના છો
પણ તેથી શું? તને ઠીક ન હોય તો
ન જતી છોને પપ્પા એકલા જાય !
આમ તો તેને એકલા જવાની આદત છે, કેમ બા?
અરે હજુ તુ ઉદાસ છે
નકકી કાંઈક ચોક્ક્સ કારણ હશે
અરે હા યાદ આવ્યુ કયાંક
પેલા સામેવાળા માસીની જેમ
તુ પણ મને !! આવતી કાલે?..
બસ... બા ..આટલી જ મારી જીંઅદગી?
વણ બોલાયેલ શબ્દ,....)
દિવસો સાર હોય ત્યાર્વ મિત્રો
આસ-પાસ હોય છે
તેઓ તો માત્ર સમય જુએ છે
લાગણી તેને ક્યાં હોય છે?
બરડ કાચ જેવા રમકડાના
પૂતળા સમા તે ભાંસે છે
ઠોકરે ચડત સંબંધોના
કાંચલા તે તોઅડે છે
વર્ષા સુધી વાટે ના મળે
મળે તો રસ્તો બદલ્ર છે
આ સ્વાથી માણસોના
સરદાર તે હોય છે
નહી તો સાચા દોસ્તના
સંભારણા તેને હોય છે
આ દર્દ માથી એટલુ તો
મે જણ્યુઅ કે જાત પર વિશ્વાસ
વિના બધા સંબંધો ફોગટા હોય છે .
વિચારોન વમળો ઉઠયા કરે દિનરાત
કૈક ચૌવનની લાલીમાં વિસ્તર્યા કરે અમાપ
હજારો શમણાને જોનાર આંખો
ક્યારેક માત્ર રડતે રહે
તો પણ તેની પાંપણો જ્ગ્યા કરે દિનરાત
અને એજ તો સાચા પ્રેમની વેદન બાતાવે છે
અહી ધડીભર ચાહવા વાળા પણ મજનુ થઈ
મ્હાલે છે અને પોતાના પ્રેમને ખોટી
પબ્લીસીટી કરાવે છે પણ સાચા ચાહનારાને
તો લોકો ખુબ સતાવે છે અને તેથી જ તો
તેઓને દુનિયાનો ડર હંમૈશા લાગે છે
એક નાનકડી ઢીગલી
માતાના હાથન્ઈ આંગળી
ઝાલી દગલા માંડતી
મૌન તેની ભાશા ચતાયે
આંખોથી ઘ્ણુ સમજાવતી
માતાની ઉમીને છાપ તેની આંખમાં
તસ્વીર દોરેને બતાવતી
આ પ્રેમની ઉમીને પમવા –પમાડવા
માતાના હાથને પંપાળતી
એક નાનકડી ઢીંગલી
માતાના હાથની આંગળી
ઝાલ દગલ માંડતી
ટ્રેન માંથી ઉતરતી વખતે
સામાન લઈને પગથિયા
દિકરાના માતા- પિતાને
જગતના ધનવાન વ્યક્તિઓ
કરતા પણ વધારે શ્રીમંતમાં
સમાવવા કારણકે આવ
માતા- પિતાના પાલનને
કારણે તેના દિકરાના
સંસ્કારથી તેની જીવન
માધુરી ખીલી ઉઠે છે અને
તે સમૃધ્ધિ આગળ રૂપિયાની
સમૃધ્ધિ ગૌણ બની જાય છે
જિંદગીની મળેલે પળોમાં
શુ મળ્યુ ? શુ ના મળ્યુ?
તે નક્કી કરવામા આપણે
પાછળ રહી જઈએ છીએ
કોઈને સમૃધ્ધિના શિખરો મળ્યા
તો કોઈને આકાશની ઉંચાઈને
આંબ્યાનો પૂર્ણ સંતોષ
કોઈને આંસુ સાથેનો અલ્પ સંતોષ
અને કોઈને જિંદગીની નિષ્ફળતાની લ્હાય ..
બહુ ઓછા માણસો છે જેને મળી છે
પ્રેમતણા પોષ્પોની સૌગાંત
ટ્રેન માંથી ઉતરતી વખ્તે
સામાન લઈને પગથિયા
ઉતરતા માતા- પિતાના
સામાનને ઉંચકવા આવેલ
દિકરાના માતા-પિતાને
જગતના ધનવાન વ્યક્તિઓ
કરતા પણ વધારે શ્રીમંતમાં
સમાવવા કારણકે આવા
માતા- પિતાના પાલનને
કારણે તેના દિકરાના
સંકારથી તેની જીવન
મધુરી ખીલી ઉઠે છે અને
તે સમૃધ્ધિ આગળ રૂપિયાની
સમૃધ્ધિ ગૌણ બની જાય છે
જિદગીની મળીલી પળોમાં
શુ મલ્યુ ? શુ ના મળ્યુ ?
તે નક્કી કરવામા આપણે
પાછળ રહી જઈએ છીએ ,,,
કોઈને સમૃધ્ધિના શિખરો મળ્યા
તો કોઈને આકાશની ઉંચાઈને
આંબ્યાનો પૂર્ણ સંતોષ
કોઈને આંસુ સાથેનો અલ્પ સંતોષ
અને કોઈને જિદગીની નિષ્ફળતાની લ્હાય ..
બહુ ઓછા માનસો છે જેને મળી છે
પ્રેમતણા પૂષ્પોની સૌગાંત
આ લગણીને મારી સાથે
મેળ ક્યારે બેસશે? મારા હૈયે
ઈંતજારના ફોરાઓ શમીને
એક લજજાભરી ક્યારે અવશે
એ રૂડી રૂપાળી મીઠાનીર ભરીને
મારા આંગણીએ ક્યારે મ્હાલશે?
આ યૌવનની વસંતના વાયરાની લ્હાયમાં
મારા હૈયાને ટાધક ક્યારે આવશે
કોઈ નાજુકએ સ્પેર્શને હૈયે લગાડીને
તેની યાદોને ક્યારે મહેકાવશે?....
કાદવ ગંદો છતી
તેની નરમાશને
આપણે કેમ ભૂલીએ?
કોઈ પથ્થર ફેંકે તો હસીને
પોતાનામાં સમાવતો
આમ દરેકને સહજતાથી
પોતાના હદયમાં સ્થાન
આપનાર જ કમળના
સાનિધ્યમાં રહીને
પોતાની શોભા
વધારે શકે,,,,,,
આવ આજે આપણે
તાપણું કરીને ઠંડીના
માહોલને ભગાવીએ
આ તાપણાના ધેરા પ્રકાશે
આપણા સૌદંર્યને સજાવીએ
સાથે- સાથે આપણી
સુકીભઠ્ઠલગણીમાં
અવિશ્વાસના સાંપોલીયા
ઉછરે છે,તેને તાપણાંમાં
નાંખીને વિશ્વાસના શ્વાસને
હૈયામાં ભરીએ.....
આપણી નાનકડી ગોષ્ઠી
આપણી ભાવનાઓની
ઝાંકાળ ભરી યાદર બની
આપણા પર એવી રીતે
ઢકાઈ ગઈ કે આપણે
પગથી તે માથા સુધી
ભીના થઈ ગયા હતા
પણ હદયથી સાવ
કોરા રહી ગયા!.....
અને તેથી જતો
આજે આપણે સ્ટેશનમાં
અડધા તડકા- છાયામાં
અલગ-અલગ મંઝીલને
પામવાના ઈરાદે ઉભી
ગાડીએ અથડાયા .....
એક નવયૌવન ભરૌનાળે
ઠંડી શીતળતા પમાડી શકે,
તેના આનિધ્યમાં તરબોળ જુવાનને
મહોબ્બ્તનો રંગ લગાડી શકે
તેના ધારદાર નયનને પલકારે તો
બગીચામાં આગ લગાડી શકે
અને તેના કોમળ હસ્તે રેતને સ્પેશે તો ...,
રણને સુંદર ઉપવન બનાવી શકે,
તેના નાજુક પગ તળે ધગ-ધગતા
અંગારાને ફુલ બનાવી શકે,,,
શરત માત્ર એટલી કે,,,,
તેની પ્રેમભરી વસંતના વાયરાની
ઋતુ પુરબહારે ખીલેલી હોવી જોઈએ.....
કોઈ એકાદ સમયે
નફરતના વંટોળના ધુમ્મસમાં
એકાદ તારો પ્રકાશિત હશે તો દેખાશે ,
નહિતર અન્ધકાર ભરેલી રાત્રિમાં
ગાઢ ધુમ્મસ સિવાય શુ મળે?
ઉધડતા પ્રહરમાં માત્ર
ઝાંખપ અને બે જીવ વચ્ચેને
ધુમાડાની દિવાલ રચાઈને અડીખમ
ઉભી રહી જશે
ત્યારે તેન પ્રિયપાત્રની
નજીક હોવા છતા તેની નીકટટાને
નહી પામી શકનારના નિસાસા!
વાતાવરણમાં વધારે ગુંજતા થઈ જશે
તેમા એકાદ સાચા પ્રેમનો ખેવના કરનાર
હંમૈશને માટે પ્રેમનો ધુમ્મ્સ બની
એકા- બીજામાં એકાકાર થઈ જવાના
સદભાગ્યને પામી જશે,,,
એક માતા અને તેની દિકરી
બન્નેના રસ્તો વટાવતા ચાલે છે
ત્યારે બન્નેના સંવાદને જીવંત બનાવવા
માતા- દિકરી વચ્ચેના એકાત્મ –ભાવનું
તાદાત્મ્ય હોવુ જોઈએ... જો કદાચ
તેનુ અસ્તીત્વ નહી હોય તો દિકરીનું
તલભાર છીછરા પણુ માતાના મસ્તકને નીચુ
નમાવવા માટે પુરતુ થઈ પડશે ......
લાગનીના ધોડાપૂરમાં તણાઈને નિરંતર
વહેતી નદીમાં બદલતા પાણીની જેમ
પોતાના પ્રેમના વહેણ બદલતા –બદલતા
તેના સ્વજનના સમીપે પહોંચી જઈ તેના પર
અખુટ પ્રેમનો જળાભિષેક કરી તેના બળબળતા
હૈયાને ઠંડક આપી તેની આપણા પ્રત્યેની
તમામ સહાનુભૂતિ નિર્વ્યાજે મેળવી લેવી અને
તેના પર આપણો સંપૂણૅ માલિકીભાવ
જતાવવામાં આજના યુવાનો બિંદુનો સ્પર્શ
પામી જઈ પોતાની જાતને ધન્યતા
મળી જવાનો અહેસાસ કરે છે .....
લગ્ન જીવન સાથેક કયારે ?
તેના જવાબમાં લખી શકાય કે
બે હૈયામાં એકત્વ ભાવના
કુંમળી કળીની જેમ મ્હોરે ત્યારે
કેમ કે... આંખ બે છતા કામ
માત્ર એક
તેમજ કાન પણ બે છતા કામ
માત્ર એક
પગ બે છતા કામ માત્ર એક.....
અને મિરા તથા રાધા,બે છતા
લક્ષ્ય માત્ર એક.....
એક રસ્તે ચાલતા વધ્ધને
નેવા માંડીને જોતા પગ થંભી ગયા.....
તે પળે જ,, આવ્યો વિચાર શુ?
જંદગી થંભી –ભાદ્ર્યા સમાજમા
મારી હસ્તી આમ જ મુરઝાઈજશે કે
મારી હસ્તી આમ જ મુરજઝાઈ જશે
કે મારી છતી આંખોએ મને હાથની
સહાયથી આધેની વસ્તુ જોવા
મારી પણ આંખો ટેવાઈ જશે?
કે પછી આમ એક-એક અંગ......
ઉતરોતર નિવૃત્તિ જાહેર કરતુ જશે?
એકહામ સાથે માતાના
આશિર્વાદ લઈ નીકળતા વિર
જવાનને અપેક્ષા ઘણી હોય છે
દેશને કાજે ફના થવાની
ખેવના હૈયે હોય છે
આ દેશ વાસીઓના રક્ષણના
કાજે સરહદ પર જવાની
તૈયારી પણ હોય છે
તેવા દેશદાઝના વિચારને
મનોજગતમાં ચિત્રિત કર્યા પછી
ક્યો યુવાન માતૃભૂમિના બહાદુર
બેટા કહેડાવવાના સન્માનને
ગુમાવવા તૈયાર થાય ?
પતંગિયાના વિવિધ કલરના પંખને
કઈ પીછી વડે રંગ શકાય ?
જો તે પીંછી મલી તો તેમા રંગના
ઉમેરણ કરનારને ક્યાં શોધવા જવો?
અને કદાચ તે મળે તો પણ
તૈયાર થયલ પતંગિયામાં ઈશ્વર
ચેતન ભરશે કે કેમ?
તે મોટો સવાલ છે
કારણકે ઈજારો માત્ર
પોતાની પાસે જ રાખેલ છે ,
સવારે રસ્તાનાં કાઠે
બે નાનકડા બાળકો ખભે બેગ મુંકLને
બસની પ્રતિક્ષા કરતા મેં ભાળ્યા
અને તરત સર્યા બાળપણના
શમણામાં કે માતા અમે હેતથી
શાળાએ મુંકવા નવડાવી તૈયાર કરવી
સવારે મીઠી ભાખરે ખવડાવીને મારા
લંચબોક્સને ભારતી
અને આજે આ મોટા થયેલા
માણસને માતાના સાનિધ્યમાં રહેવાની
તેની નિકટતા પામવાની ફુરસદ ક્યા રહી ?
આ મોટાઈ કરતા બળપણ કેવુ સારૂ તેની
પ્રતિતિ સ્ફુલ બસ કરાવી ગઈ,,,
સ્ત્રીની વ્યાખ્યા કેવી?
જે સ્ત્રી પુરૂષને સમજી શકે કે
તેના પ[અર આફિન એવા પુરૂષને
સમજતા તેને વાર ન લાગે તે
રૂપાલી હોય તેનો કોઈ
વાન્ધો નથી પરંતુ ઘણીવાર
પોતાના જ હસ્તે પોતાની જાતિનુ
અપમાન કરીને સમગ્ર સ્ત્રી જાતિનુ
ગૌરવ તે હરણતી હોય છે,
પછી ભલેને તેની સામેના પાત્રોમાં
સાસુ-વહ નણંદ ભાભી કે અન્ય ‘
બહેનપણી હોય
કેટલી અણસમજ ?
આ મલિકીપણાના ભૂતે જ
નવા-સવા કુટુંબને આગ લગાડી છે
નહીતર્ક હમાણા પરણીને આવનાર
આ ગભરૂ છોકરો અને ભોળી
હરણી સમી દેખનાર છોકરીના
લક્ષણો ક્યાં કાંટાલાછોટ જેવા હતા ?
ગઈકાલે તો હજી ઘરે
આવનારના ઓવારણા લેતા
ન લાગતો થાક આજે
એજ છોકરી કે જેણે અતિથિનો
આવો ન કીધુ જરાક ?,,,,,,,,,
એક નવજાત બાળકી માતાના
ઉદરમાં હોવા છતા ધ્રુજી રહી છે
તેના મનમાં માત્ર એક જ ધ્રાસકો છે
કે ડોક્ટર કાકાના કહેવાથી
મમ્મી-પપ્પા મને પતનની ખાઈમાં
ધકેલી દેશે ....
મારા દુનિયા જોવાના સ્વપ્ના
પર પાણી ફરી વળશે
મને ભઈલાને મીઠી બચી ભરવાનું
સદભાગ્ય પ્રાપ્ત નહી થાય અને મારૂ
અસ્તિત્વ થોડા સમયમાં નાશ પમશે
તો હે ઈશ્વર અહિયા મારી જ
તને ભૂલ દેખાય છે ?
ડાળી પ[અર શોભતા ગુલાબને જોઈને
હરકોઈ ઈર્ષાથી બળી મરવની
ભુલ કરી બેસે છે,,
પણ તેજ ફુલ કોઈના હાથે શુટાઈને આખા દિવસ જ્યા ત્યા રજળપાટ કર્યા
બાદ સાંજે ચીમળાઈને એક કચરાની ટોપલીમાં
જીવનની અંતિમ ક્ષણોને ખુબજ કષ્ટોથી
કાંપતુ હોય ત્યારે તેની ઈર્ષા કે દ્યા ભાવના
બાબતની કોઈ દરકાર પણ લેતુ નથી
એક દિવસના સમયમાં આટલો ફરાક કેમ
તે ફુલ પોતાની જાતને પૂંછે છે ,,,,,
એક બગીચે જઈ રહ્યો ઉભો ત્યાં
પ્રકૃત્તિ ખીલેલી આપાર
ગુલાબ કરેણ ચંપો ને મોગરો
વળી ગલ ગોટાનો નહી પાર
આ કુદરતી રંગીલી રૂપાળી
ચાદરને આપણે માણીએ સહુ
સંગાથ તેના રૂપરંગ જોઈને સદા
હસવાનું શીખીએ,
તેની સુગંધમાથી બધે પ્રસરીને સારૂ
વાતાવરણ બનાવવાનુ શીખીએ,
તથા તેના ટુંકા આયુષ્યનીજેમ
થોડા સમયમાં ધરતીની અણમોલતાને
માણી લઈએ બાકી પ્રકૃત્તિ તો
બધુ શીખવતી જ રહેવાની.....
ચાલ હદયના ર્દ્ગારે એવુ
તાળુ લગાવીએ કે કોઈ
હલકટ વિચાર પણ
આપણા મનમાં આવતા પહેલા
સો વાર વિચારે.....
આ ઢળતી સાંજના સુરજની
જેમ જિંદગી દરરોજ થોડી-થોડી
ઢળતી રહેવાની આ સૂર્યતો
નીત નવા પ્રકાશ સાથે ધરતીને
શોભાવવા આવશે . પરંતુ,
આપણી જીંદગીના
બાકી રહેલા દિવસો
પ્રતિદિનઓછા થવાના
અને તેથી જ તો આપણે
ક્ષણ માત્રનો સદઉપયોગ
કરી જાતને સદા સર્વશ્રેષ્ઠતા
તરફ લઈ જવાના
મનસુબામાં રાચવુ જોઈએ .
ચાતકનુ બોલવું
મોરનુ નાચવું,
બુલ –બુલનુ ચહેકવુ
આ બધુ જ તો
કુદરતની દેન છે
આ સર્વ સંગીત મૂકત પણે માનવી
માની શકે, તેના બદલામાં રતિભાર
‘પણ કાંઈ ચુકવતો નથી
પરંતુ તે જ માણસ જો
પોતાની કાબેલીયત બીજા સામે રજુ
કરેતો તેની બહુ મુલ્ય કિંમત આંકે છે
એ તો ઠીક પરંતુ તેના અહમનો પર્વત
તેની જત કરતા પણ વધારે ઉચો
બનાવીને ફરવા માંડે છે....
રાત્રી ગાઢ અન્ધકારમાં એક દિપ
પણ પોતાન પ્રકાશ વડે તેના પુરતુ અજવાળુ
પાથરી શકે. આજ દિપક પાસેથી એટલી શીખ
તો મેળવી જ શકાય કે તમે તમારી જાત
પુરતો પણ પ્રકાશને ફેલાવી શકોતો ફ્રેલાવો
તેનાથી બે ફાયદા થશે
એક તમે સ્વાવલંબી બનશો અને બીજુ
બીજાના ફેલાવેલા પ્રકાશમાં તમે ભાગ
પડાવતા અટકશો તો જેને સાચી જરૂર છે
તેને તેપ્રકાશ મળશે ,,,
એ માં જરીઅક તો હ કાર ભ્ણ
તુ ક્યા જુએ છે?
હુંતો તારા પેટમાં છુ,
તુ મને બહાર કાં શોધે
જો સાંભ્ળમને ખ્યાલછે
કે મારૂ અસ્તીત્વ જોખમમાં છે,
પણ મારી અમુક બાબતોને તારે
સદાય ધ્યાનમાં રાખવાની છે
કારણ કે હું તમેને બધાને ખુબજ ચાહુ છુ
જો સાંભ્ળ એક તો પપ્પાને મારી .
ખોટ ન સાલે તેનુ ધ્યાન રાખજે
બીજુ આવનાર ભઈલાને મારા ભાગનું
હેત આપજે જેથી તે ક્યારેય દુઃખી
ન રહે બસ
બાકી હુ જાણુ જ છુ કે
તુ પણ દુનિયાના જડ બંધનોમાં
બંધાયેલી છો ......
અરે ,,રે કેટલી લાચારી ?
વિતેલા જમાનાને યાદ કોણ રાખશે ?
તુટેલા ફુલને સંગાથ કોણ રખશે
વાવી બેસે છે બધા સંબંધના છોડને
એ નાજુક છોડની સંભાળ કોણ રાખશે ?
કરી તે મૈત્રી મુજ ડરથી સદા
એ નકામા દરને દુર કોણ ભગાવશે ?
ન હવે ડર કે ડરનુ વાતાવરણ તને સતાવશે
લે તારા પત્રને તુજ તેનો નાશ કર
હવે યાદ આવ્યે યાદ પણ ના કરીશ
રૂજાયેલા ઘાવને ફરી કદી નાં કોરીશ.
આધ ખુલ્લી આંખે જોયેલુ સ્વપ્ન કે
અજબ જિદગાનીના ખેલ બધા વરવા
પણ નાં જેવી જેની દ્રષ્ટિ તેવી તેનીસૃષ્ટિ
બાવળ વાવીને મીઠા ફળની આશા નકામી
જોઇએ મીઠા ફળ તો આંબાને વાવજે
આંબા રૂપી તારા સંબંધને વિકસાવજે
જાતે ધસાઈને અન્ય્ને ઉજાળજે
તુજ તારા શુભ ચિંતકો હજારોની
સંખ્યામાં તને મળશે,
દોસ્તો મનના એકાદ ખુણે
આ વાત વિચારી રાખજો
ક્યારેક પ્રેમ આવી મળે તો
તેમા ફના થવાની તૈયારી રાખજો
આમ તો પ્રેમમાં માત્ર આપવાનુ
હોય છે તેમ છતા પ્રેમ ન મળે
તો
પણ હસવાની તૈયારી રાખજો
ખરેખર તો જિંદગીના ખાટા-મીઠા
અનુભ ધણને હોય છે, આ
અનુભ્યવને શ્રેષ્ઠશિક્ષક ગણી
તેમાંથી ઉગરવાની તૈયારી રાખજો.
આમ તો પ્રેમમાં મત્ર આપવાનુ
હોય છે તેમ છતા પ્રેમ ન મળે
તો પણ હસાવાની તૈયારી રાખજો
ખરેખર તો જિંદગીના ખાટા- મીઠા
અનુભવ ધણાને હોય છે આ
અનુભવને શ્રેષ્ઠશિક્ષક ગણી
તેમાંથી ઉગરવાની તૈયારી રાખજો
આ જર્જરીત ઝુંપડુ અને
ચળાઈ ગયેલુ કપડુ, નરી લાચારી
અને ઘરમાં બેહાલી
કા,,, કાળ મુજથી ખીજયો
યા મારી શક્તિ મરી પરવરી
પણ હે ઈશ્વર આ હાથ ને
એક એવુ ઓજાર દે,
મારા આ દેહને શક્તિનો
સંચાર દે પછી લાચારી ને
ઉભી પુંછડીએ ભગાડુ,
ગરબીને નીચે મસ્તકે ભગાડુ
કોએ નિ:સાહાય અને ઉચ્ચ આસને
બેસાડુ મરા મનસુબાને
સફળતાનાં નવા દ્વાર દેખાડુ.
કા, નિ: સહાયની જેમ ટળવળે ?
ઉઠઉભો થઈને બાજુન બલે
હંકાવ તારી નાવને મધદરિયો છે
કિનારો દુર છે મંઝીલે પહોચતા
પગ પણ કદાશ થંભી જશે
પરંતુ ઈશ તણો આધાર રાખી
આગળ વધ્યે રાખજે
તેનીહા મા હા ભણી
હોંકારો કર્ય રાખજે
જરૂર કિનારે લઈ જશે તેને
તારા જેવા નિસ્વાર્થીની તલાશ છે
કારણકે દુનિયામાં
સ્વાર્થને ધધી ફરિયાદ છે,
કેટ- કેટૅલી અશંકાઓ વચ્ચે
આપણે ઉછેરીએ છીએ
શુ-શુ થશે આવબારી ક્ષણોમાં
તેની આશંકાથી આપણે હતપ્રભ
રહીએ છીએ ખબર નથી ખુદને
કે ક્યા મુકામ છે આપણો અને
અંત ખબર પડે કે જોજનો દુર છીએ
આપણે તો લે તારા શ્વાસને
નવી તાજગી અએપણ કરૂ
લાવ તારા મસ્તકને નવા
વિચારોથી સતેજ કરૂ
તારી સફળતા માટે મારાથી
શક્ય હોય અતે બધુ જ કરૂ
કારણ કે તુ છે તે હુ જછુ
એ ખાત્રી તને મે વર્ષા
પહેલા આપેલી જ છે
લાગે છે આંબાની ડાળે
વસંત આવી ગઈ છે નહિતર
આ મરવાને ક્યાં વહેલા
આવવાની આદત છે
આ પરથી જ કોઈ શક્ય કે
કુદરત તેના નિયમોમાં ચાલે જ છે
પણ મણસને જ બાંધછોડ કરવાની
જુની આદત છે
આદતો ખોટી રાખવી નહી સારી
અભિમાન ખોટુ કરવુ નહી સારુ
વિચાર ને તો આવવાની
તમન્ના છે ક્યારની
તમારી ખીટી ઉતાવળ
નહી સારી.....!
લાવ તારા ભાગ્યની,
રેખા બતાવી દૌ તને
આપણી સાચી મૈત્રીની
દિશાબતાવી દૌ તને
તારા ઈશારે ચાલતા
આ હદયના ધબકારાને
તુ કહે તો રોકી દઊં
તેને અકળ કારણે
પણ પછી પસ્તાઈશ નહી
નહીતર
મન મારુ રૂઠશે,
કેઅમ કે વિશ્વાસ જેને આપ્યો
તેણે જમને માપ્યો?
એ ભાઈ ચાલ તારા નાના હાથને
પકડી તારા રૂમ સુધી મુંકી જાઉ તને
તને કદાચ ખ્યાલ નહી હોય કે મા- બાપે
મને તારી જવાબદારી સોંપેલી છે
બસ.... હવે આમ આવ અને આ ભાગ
ખાઈ લે, તુ કહે તેમજ કરીશ બસ!
અને હા તારે સદા મારી સાથે બોલતા
રહેવુ પદશે નહીતર તુ અણસમજૂ
ગણાઈશ અને હુ તારી કાળજીની
બાબતમાં નઠારો ગણાઈશ.
એ એક ભાઈના નાતે
મને મંજુર નહી ,,,,
ઘર માત્ર ઇંટચુનો કે પથ્થરથી
નથી બનતુ ઘરને બનાવવા માટે ઘરની
અંદર રહેનાર લોકોના મનની છાપને
જોયા બાદ જ ઘર, ઘર છે કે મકાન
તે નક્કી કરી શકાય કારણ કે ઘણા
ઘર એ માત્ર મકાન બનીને રહી જાય છે
તે ઘરમા રહેનાર લોકો માટે ડાયનિંગ તેબલ છે
પણ એકસાથે બેસી ખાવા તેને
ટાઈમ નથી ઘરમા સરસ મંદિર છે
પણ એકસાથે બેસી ખાવા માટે તેને
ટાઈમ નથી ઘરમા સરસ મંદિર છે
પણ કોઈને પૂજા કરવા માટેની કુરસદ નથી,
ઘરના આંગણામા વેલા-વેલી વૃક્ષો છે
પણ તેની પ્રકૃતિની માણવાનો વખત
તેમા રહેનારને નથી
આ મકાનને ઘરકેમ કહી શકાય ?
આ હેત ભરેલા હાથને
તુજ ઉરનો ઘબકાર દે
આ પ્યારા ખીલેલા ફુલને
તુજ કેશનો શણગાર દે
લે કલમને કાગળ આ
તુજ શબ્દોને આકાર દે
હવે ધીરજ કાં ઘરે?
લગીર તો સહકાર દે.
વહાવ્યા ખૂબા આંસુ,
હવે આંખોને વિરામ દે
કાં... જીવતર આખુ પ્યાર દે
કાં,,,, જન્મો, જનમનો ધિકાર દે.
લાવ તારા હાથને
હૂંફ આપુ પ્રેમની
આ નાજુક તારી હ્થેળીને
લાલી લગાવુ સ્નેહની
ગુલશન સમી ભાંસે છે
નહીતર તો આ જીવનમાં
ઉકળાટ શ્વાસે –શ્વાસે છે
તારા કહેવાથી તો જીંદગી
દોજખ થતા અટકાવી છે
અફાટ સાગરના વમળો સમી
મૂશ્કેલીઓને ભગાવી છે
એક તારા ઈશારે નાનકડી
દોનિયાને સમજાવી છે, નહીતર
આજ સુધી અમે
શમાઓ કયાં જલાવી છે?
વર્ષા પહેલા આ ધૂળિયા
મારગમાં કંઈક હતા યાદોના ફુલ,
લાગે છે થયા વેરાન આ જજંવાતમા
ખરી ડાળીથી પીંખાઈ ગયા ફુલ
પણ યાદના સહારે નવા રૂપરંગ
સાથે સજાવીશ ફરી આ મારગને,
મુંકી અવનવા સંસ્મરણોના ફુલ
કંઈક મિત્રોના ટોળા ટપ્પાથી
કંઈક સ્નેહીજનોની કદવી વાતોથી
કંઈક વડીલોની હળવી શિક્ષાથી
આજે આ ધડાયુ
મુજજીવનનુ ફૂલ....
પ્રેમ કરોતો નિ:સ્વાર્થભાવે કરજો
કે જેમા લેવા કરતા આપવાની ભાવના
વધારે હોય કારણ કે પ્રેમ માત્ર આપવા
માટે છે બદલામાં કંઈ લેવા માટે નહી
જે લોકો પ્રેમમા પણ હિસાબ
રાખવાની કે ગનતરી માંડવાની
વાતો કરે છે તે પ્રેમ નહી પણ
વહેમનો આંચળો ઓઢીને ફરે છે
તેના પ્રેમની મિસાલ કોઈને આપી શકાતી નથી
અને બીજુ કે એ પ્રેમ સંબંધ તૂટયા પછી
તે પાત્રની સામે જતા પણ તેને નાલેશી
ભર્યુ લાગે છે કારણકે પ્રેમમાં સોદાબાજી નથી
એના હળવા પગલાના
અવાજની સાથે પેલી
ઝાંઝરીઓ રનકતી,
તેની કાલીધેલી ભાષાના તુટેલા
શબ્દોમા માં-બાપની લાગણી
છલકતી વર્ષો સુધી તેના રહેવાથી
ધરમા એક આનંદની
મોસમ સદા રહેતી
આજે અચાનક આ મૌસમમા
આવ્યો બદલાવ, અને
ચાલી ગઈ અલવિદા કહેતી
પછી થયુ ભાન
આ સંસાર જગતમા,
દિકરી ક્યાં સદા ધરે રહેતી?
વર્ષો પહેલા આ પળની
રંગત હતી કોણ માનશે?
અહીના રાજકુમાર સંગ
પરી હતી કોણ માનશે?
બન્ને હાથમા હાથ નાંખી
કલાકો બેસતા કોણ માનશે?
વળી સાંજે ધેર જઈ યાદો
મમળાવતા કોણ મનશએ?
નિત સવારે અહી આવી
પ્રેમની વાતો કરતા કોણ મનશે?
પણ એજ પાળી આજે વેરાન
થઈ અને સમીપે થયા રણ
આ કાળની ગતિ ન્યારી છે
પહેલા અહી વનરાઈ
હતી કોણ માનશે ?
સંબધ એટલે શું
આનાનકડા સવાલને
ફુરસદની પળોમાં
વિચારવામાં આવેતો
ખ્યાલ આવે કે
સંબંધોના ઘણા પ્રકાર હોય છે
કેટલાક માત્ર સંબંધનુ રૂપ આપાયેલ દંભનાં હોય છે
કેટલાક કઠોર છતા રક્ષણ
આપીને જીવનને પોષનારા હોય છે
કેટલાક સમય પ્રમાણે ચાલતા હોય છે,
કેટલાક સંબંધ ટેબલ પરનાં વાઝને
શોભાવનારા ફુલ જેવા હોય છે જે સંજ,
પડયે કરમાઈ ને કચરા ટોપલીનાં
મહેમાન બનવાની આદત ધરાવતા હોય છે
આવા તો કનીક સંબધનાં ઝરણા ફુટીને ,
ફંગોળાઈ જતા હોય છે.
એકલ-દોકલ વૃક્ષને જોઈને
આપણને લાગે કે ખરેખર
વૃક્ષોના ટોળાથી વિખુટુ પડેલુ
અને ગમગીન બીચારૂ
કેવુ એકલુ ઉભુ છે...
ત્યારે મૌન ભાષામાં વૃક્ષ
કહે છે કે મારા એકલા રહેવાથી
કોઈના પ્રાણવાયુને હુ પુરો પાડી
શક્તું હોય તો વર્ષો સુધી હુ
આમ એકલા રહેવાથી
કોઈના પ્રાણવાયુને હુ પુરો પાડી
શક્તુ હોય તો વર્ષો સુધી હુ
આમ જ એકલુ રહેવા તૈયાર છુ.
અને સતત પ્રાણવાયુ સિંચીને
વ્યક્તિને ભરવામાં મને ગૌરવ
થશે અને એ જીવન ધ્વારા
હું તેમાં મારી પોતાની જાતને
ધબકતી જાઈ શકુ છું
તેવુ સતત અનુભવુ છુ...
પ્રત્યેક વ્યક્તિના મનમાં એક
અજબ ઈચ્છા હોય છે કે
તેના ઈંતજાર કરનારની પાંસે
પહોંચી જઈ તેના સાનિધ્યને પામવુ.
સતત તેના શબ્દો
તેની ગોષ્ઠી અને તેના હુંફાળા
સ્પર્શને ઓલખીને તેની
સાથે મૈત્રીની દિશાઓ ને વિસ્તારવી
અને આમ દરેક વ્યક્તિત પોતાની
અને આમ દરેક વ્યક્તિ પોતાની
સાથેની વ્યક્તિની વ્યથાને સમજીને
વિચારશે તયારે દરેક ફુલ
સાચા પ્રેમની કબુલાત આપવા
અદાલતના દ્વાર હશે તો પણ સાચા
સાક્ષી બનવા તૈયાર થશે,,,,,,
અને પોતાની સુગંધ દ્વારા તેના
સાચા પ્રેમની પ્રતિતિ બધાને કરાવશે.....
આજે શિક્ષક હોય કે કોઈ કર્મચારી
તેણે દરેકે પ્રયોગ કરાવા જેવો છે
એક અઠવાડીયા સુધી કોઈપણ
પ્રકારના લોભ-લાલય વિના
પોતાના બદલામા
તેને જે વળતર મળે છે
તેનાથી વધારે વળતરની
અપેક્ષાન રાખીવી
આમ સતત
આઠ દિવસ સુધી
કરવામાં અવે તો આપણા
કાર્યમાં બદલાવ આવશે
લોકો સથેના વ્યવહારમાં
પરિવર્તન આવશે
અને આ મહેનતથી મેલવેલ
રૂપિયા દ્વારા બનેલ ખાણુ
કાંઈક વિશેષ સ્વાદ આપશે ,,,
તેમા શંકા નથી .......
એક-એક ક્ષણ જેમ સરતી જાય છે
તેમ આપણી જીંદગીનો સમય
ઓછો થતો જાય છે
કારણકે આપણને હંમૈશા માટે
જીવન અહી મળ્યુ નથી ...
અને જેમ- જેમ સમય વિતે છે
તેમ કાયાને જર્જરીત થતા
વાર નથી લાગતી
સવારે ખીલેલુ ફુલ
સાંજે પોતાના સૌંદર્યને
ગુમાવી બેઠેલુ હોય છે
બાળક બનીને અવતરેલ માણસ
વૃધ્ધ થતા પોતાના શરીરના
સૌંદર્યને ગુમાવી બેસે છે
આવી બાબત પરથી સમજી
શકાય કે ક્યાંક સમય
સૌંદર્યને નષ્ટ કરવાનુ કે
સુંદ ર ચીજોની સુંરતા ચોરવાનું
કામ નથી કરતોને?,,,,,,,
ક્યારેક પ્રશ્ન થાય કે બાલક
શાળાએ જાય છેકે
સુમસાન કલાસમાં?,,,
શાળામાં જઈને બાળકમાં
આત્મસંતોષ સંયમ ધૈર્ય,
પરોપકાર સ્વાવલંબન વગેરે
ગુણોનો વિકાસ થાય તો તે
જીંવંત કલાસમાં બેસે છે તેમ માનવુ
અન્યથા પોતાનો સમય
બગાડવા તથા શિક્ષકના
આપેલા હોમવર્કનો ભાર
વંઢોરવા જાય છે તેમ સમજવુ,,,,
પ્રત્યેક ગુલશન ફુલોથી
શોભતો હોય છે
પ્રત્યેક વ્યક્તિ લાગણીથી
શોભતી હોય છે
ત્યારે કોઈપણ વ્યક્તિ પ્રફુલ્લિત
થઈને પોતાના સંબંધોને ઉમળકાથી
સ્થાપવામ્ની પહેલ કરે એ સંબંધની
વેળાએ એટલો ખ્યાલ ચોક્કસ
રખવો કે પુરપાટ ઝ્ડપે આવેલી
લાગણી ધણીવાર દરિયાના મોજાના
પાણી ઓસરે તેમ ઓસરી જાય છે
ત્યારે માત્ર ભીની રેત
પગમાં ચોટે તેમ સંબંધોની
મહેક પણ જેવી-તેવી ચોટે છે
અને આભાસ માત્ર થતો હોય
તેવુ લાગે તો તેમા નવાઈ ન પામશો......
નજરથી નજર મલવાનો
પણ એક સમય7અ હોય છે
શેરીના નાકે વળવાનો પણ
એક સમય હોય છે
આમ તો મિત્રના માધ્યમથી
પત્ર વ્યવહાર સારો હોય છે
તે કદાચ ક્યારેક મોડો પડે તો
તેની રાહ જોવનો પણ એક સમય હોય છે
સાફસુતરૂ પાર પડે પત્ર પાંછો આવતા.
પન તે પત્રને પહોંચડવવાનો
પન એક સમય હોય છે
વળી તેને રાહ જોવડાવવાનો
પણ એક સમય હોય છે
આમ ભલે મિત્ર હોવા છતા
પત્રમિત્ર રહો તમે છતા
લોકોને અટકળો કરવાનો
એક સમય હોય છે ,,,,
મિલાવ્યો છે હાથ મિત્રતાનો
તો તેની ખેવના પણ રાખજે
ધણી મુસીબતો આવે સફરમાંતો
સાથ આપવાને તૈયારી પણ રાખજે
આમ તો મિત્રના જુંડ બંધે હોય છે
પણ ખરા સમયે કામ લાગે
તેવા જુજ મિત્રો હોય છે
સુખ ભર્યા માહોલમાં તો
સર્વ બાજૂથી સત્કારે છે
દુ:ખના કપરા કાળમાં બધા
સામે –ચાલી મો સંતાડે છે
આવા તુટી ગયેલા કપડા જેવા
બગડી ગયેલ ફુલો જેવા
ગળી ગયેલક સાબુ જેવા
મિત્રો કરતા તો એકલા જ સારા...,
યુવાનીમાં સ્વપ્નાની રંગત ખુબજ જાગે છે.
કોઈને બેહદ ચાહવાની ઉમંગ સતત જગે છે
આપણા પવિત્ર સંબંધને
બદનામ બધા બનાવે છે
આ દુનિયાની તો રીત છે
દાજયા પર ડામ મુંકાવે છે
ને વણકહેણી વતને લોકો
રાઈનો પહાડ બનાવે છે
એક પીંછુ ઉદતુ હોયન તો
પુરો કગડો ઉડાડે છે
પછી ખાત્રી કરવા તેઓ
સતત પહેરો લગાવે છે
અંતે હાથ નકશુ લાગે તો
નવુ બાનુ બતાવી શરમાવે છે.....
જીવનની કપરી વેળામાં સાથે ચાલતા
દોસ્તની જરૂર બધાને હોય છે
રણના બળ બળતા તાપમાં
આંખોને ઠંડક આપતા વૃક્ષની
તલાશ બધાને હોય છે
શરીર તુટતુ હોય અને અસહય બેચેની
હોય ત્યારે સારવારની જરૂર બધાને હોય છે
મંજીલ દુર હોય ભુખ અને તરસ બન્ને
લાગી હોયુઅ ત્યારે ભુખ મિટાવવાની જરૂર
બધાને હોય છે
આવા કપરા કાળમાં જતો
મણસની કસોટી થાય છે નહીતર
બેઠા સુખને પમવાની તો તૈયારી
આજકાલ બધા માણસની હોય છે...
તેમા નવાઈ શુ?,,,,
એક અજબની શાતા વળી
તારા ચરણની ધુળી મળી
તારૂ જીવન પણ કેવુ વળી
એક સળગતી ધુપસળી
ખુદ જલતી જતીને વળી
તારા સંતાનોને મહેંકાવતી
ઓ માં તારા આ ઋણને હું
ક્યાં જન્મોમાં ચુકવી શકીશ
કારણ કે તારા આપેલા
પાઠતી તો હું આજે અહી
પહોંચ્યો છુ, તારી કૃપાથી
તો હું સર્વ સુખને પામ્યો છું,,,,,
તરા પગરવથી આ ધરતી ધ્રજી ગઈ
તાર ધડકતા હૈયાથી પંખીની સ્વર
મંજરી બંધ થઈ ગઈ...
જોયુ કે આંબે કોયલ છે
અને આંબો પણ કેરીથી લચેલો છે
તો કઈ વાત ખુંટે છે કે કોયલ
ગાયા વિના ચુપચાપ છે?
પછીથી ખબર પડી કે તુ
ત્યારે એજ આંબા નીચે કોઈ
તારી સખીના કાનમાં ગુપસુપ કરતી હતી
જેનો રસાસ્વાદ કોયલ આજે લઈ રહી હતી,
ઈમાનદારીથી,,,,
ડગ મગતા હોય ભલે કદમ
હૈ યુવાન તુ ચાલજે
મંજીલ તારી આસપાસ છે
તુ પહોંચવાની તૈયારી રાખજે
આમ તો જીંદગીના રસ્તાઓ
ધણા જછે પણ તારા
લક્ષ્યને પામવા સતત આગલ ચાલજે
એક દિવસ તારો ફળશે
તે ધાર્યા મુજબ તને મળેશે જ
માત્ર આશ ઈશ્વર પર રાખજે ,,,
થયુ વસંતનુ આગમન ત્યાં વૃક્ષોમાં
નવી જાન આવી ગઈ,,
વર્ષાની બે બુંદ ખરીને માટીની
રૂડી મહેક આવી ગઈ
ગડ-ગડાટ થયો અવકાશમાં ત્યાં તો
વિજલીની લહેર આવી ગઈ
આવ્યુ કોઈ ઘર આંગણે ત્યાં તો
મો પર રાતી ટશીયારી આવી ગઈ
ન જાણ્યુ કેમ અચાનક આ આટલી
ધેલી થઈ, પછી વિચાર આવ્યો કે
આતો તેની સંબંધની વાત થઈ
સાંભળતા જ છોડીની
ગરદન શરમથી ઝુકી ગઈ.....
ફુલ અને બાળકમાં એકરૂપતા
ધણી જ છે બન્ને વિકસતા
દેખાય છે તેમજ
ઝાંકળ અને શમણુ બન્ને
એક સરખા કહી શકાય
કારણ કે ઝાંકળ ફૂલો પર
સરસ મજાના પાણી ભાર્યા
બુંદો મુકી ફૂલને તરબતર
બનાવે છે જયારે
શમણુ માણસને જીવન
જીવવાનો નવો દોર આપવાનુ
કાર્યા ક્યાં નથી કરતુ?
અને તેથી જ તો માણસે
ફુલની માફક હસતાં ખેલતાં
શીખવાનુ છે,,,,,
આજ અચાનક આંખોને ઠડક જેવુ લાગે છે.
એકલતાના વાતાવરણમાં પણ ટોળા જેવુ લાગે છે
યાદ તાજી થાય છે વર્ષા પહેલાની
કે તેને જોતા આવી સુખદ ક્ષણોની
હકદાર આંખો બનતી હતી
આજ અચાનક કાનને પણ અહીના ધોંધાટ છતા
આવાજને સાંભળવાનુ મન થાય છે
પહેલા પણ લોકોની ભીડ વચ્ચે આ
કાન તેના અવાજને ઓળખી ચુક્યા છે
આજ અચાનક આપગને અહી થંભી
જવાનુ મન થાય છે કારણકે
વર્ષો પહેલા તેને સાથ લઈને ચાલવાની
આ પગને જુની આદત હતી છતા
ક્યાંય નજર પહોંચતી નથી હવે છેલ્લો
ઉપાય કરવા દે ક્યાંક તેની ખુશ્બુ
આવે તો તેનો પગરવ મને મળે,,,,,,
તને જોતા મારા સજલ નેત્ર ભરાઈ ગયા
તારી વાત થતા મારા અવાજના સુર બેસી ગયા
કહીશના કે વાંક તારો જ છે
તે પણ ક્યાં ઓછી પીડા આપી આપી છે
માત્ર ઠાલા વચનની પાળ બાન્ધી છે
અને ઉપરથી શોકની શમા જલાવી છે
આતો પાડ માન ઈશ્વરનો કે
તુ અને હુ સલામત રહી ગયા
નહીતર પ્રેમામાં બધા સાચા
અથવા ખોટા બન્ને માર્ગો
સ્વીકારીને અનંતની વાટે ઉપડી ગયા,,,,,
જ્યારે તુ અનેહુ માત્ર અહી થીજી ગયા
હવે તો સ્પષ્ટતા થઈ જ હશે
કે પ્રેમ વિશ્વાસ વિના થઈ શકે
તેવી ચીજ નથી ..... ( સરસ શીખામણ !)
પ્રેમની ઉત્કંટતા વારંવાર
થયા કરે કોઈ હોય આસપાસ
તેવુ હંમૈશા થયા કરે
નથી ખબર તારા મુકામની
નહીતર મુલાકાત આપણી થાય કરે
અને તોજ આપણી જીંદગીને
રંગ નવા મળ્યા કરે
તને ન હોય વિશ્વાસ તો
એ તુ જાણે મને તો છે
અંધવિશ્વાસ
એવુ હંમૈશા થાય કરે !,,,,,
આવ આપણા ઉત્સાહને
આ ઉત્સવના પર્વમાં વહેચીએ
કાંઈક નાના-મોટા રૂસણાને
એક સામટા મુળથી ઉખેડીએ
દરેકને ગળેથી ગળે મળીને
આપણા આનંદને ઉચાળીએ
આ દિવાળીના પાવન પર્વને
એક નવા જ રંગથી સજાવીએ
પ્રેમની જ્યોતનો દિપ જલાવીને
તેમા દરેક વ્હાલને ઉમેરીએ
એક નવા સંબંધના તાંતણે
પૂરા વિશ્વનાં દિપને પ્રેગટાવીએ
મળે હાથથી હાથ ત્યારે
એક અજબનું સ્પંદન થાય છે
નથી લાગતુ પરાયુ કોઈ
બધા પોતીકા જણાય છે
વધતા મુલાકાત સંબંધ બન્ધાય છે
સંબંધના તાંતણે માનવી દોરાય છે
વડિલોએ સમયને સાચવી
સંબંધને પાણી સિંચ્ચા
આ નવી પેઢીએ તેમા
નવા ચીલા પાડ્યા ને
સંબંધને નેવે મુક્યા
ને પછી પડી
તિરાડ વર્ષોના
જૂના સંબંધોમાં,,,
રૂડા સમુદ્રના કાંઠા પર
ક્ષારનુ વિસ્તણ અમાપ
ગુલાબથી શોભાતા છોદ પર
કાંટાનું વર્ચસ્વ આમાપ
મુક્ત વિહારતા હરણા પર
રાની પશુનો ભય અમાપ
ને બાલક બનીને
અવતરેલા માનવમાં?
મોટો થતા દુર્ગુણોનું
સામ્રાજ્ય અમાપ !.....
જાત તારીએ તપાસીને પાત્રની
પસંદગી પર ઉતરજે
નાહક બધે અટવાઈને
અન્યને ના પજવજે
આમ તો બધા જીવન ખુંટે તે
પહેલા જ બધુ મેલવી લેવા ઈચ્છે છે ,
પરંતુ તેની નપાવટ આશાઓ
નકારાત્મક લણણીઓનાં કારણે
તેના પાકની લાગણી કરતી વખતે
તેના ખેતરમાં માત્ર નિસાસાની પાક
સિવાય કશુ ઉપરતુ જ નથી કારણ કે
કુદરતનો અફર નિયમ છે
જેવુ વાવશો તેવુ જ લગશો
એટલે જ તો વર્ષોથી સાંસુ- વહુના
સંબધોમાં તિરાડ પડેલી હોય છે,,,,
આ રસ્તાઓનાં ફુલોને
પગરવ કોનો સંભળાયો સવાર- સવારમાં
કે કંઈક કળી મહેંકી અને લતાઓ
તરૂઓને વિંટળાઈ ગઈ સવાર-સવારમાં
ન હતો વિશ્વાસ કે તુ પણ
અહીથી ગુજરાવાની છે
નહિતર ફુલો સાથે થયુ તે
કદાચ મારા સાથે પણ બને સવાર-સવારમાં
તાજગી મને રેઢી મળેને સુરત જાય ખીલી
કાશ તારા આવવાની ખાત્રી
મને વહેલી મળે સવાર-સવારમાં,,,,,
વહેતા પાણીની ધારા ચમકે છે
તેના મધુર નાદથી પહાડો પણ ગુંજે છે
આગળ ચાલતા ઝરણાને પર્ણ નાનુ મળે છે
તેને વહાલી લઈજઈ વગડાની સેર કરવે છે
આ ખળ-ખળ વહેતા મસ્ત જરણામાં
આછો સુરજ ચમકે છે
આ નવીન દ્રશ્યને દિલથી જોતા
કૈક શિખમન અર્પે છે.
કે સુખ દુ:ખમાં મધુર નાદ સાથે
પહોડોની મુશ્કેલી સામે અડગ મન સાથે
ઉચાઈએથી પડવામાં દ્ર્અધવિશ્વાસ સાથે
માત્રને માત્ર આગળ વધતા રહેવુ....
વર્ષો જૂદાઈના આમજ વિતી જશે
શમણા સાથમા આમજ વિસરાઈ જશે
તુ યાદ રાખે કેના રાખે કોઈ હરક નથી
મારાથી કશુ ભુલાશે નહી તેમા બેમત નથી
કદાચ તને ખ્યાલ ન હોય તો
તેની પણ તકેદારી રાખજે
હું રસ્તામાં સામે મળુતો
આજાણ્યા હોવાનુ જાણજે તો
ભણ ત્યારે આવજે
તારીજાતને સાચવજે
હું તો વહી ગયેલી તારી વાત છુ
તારા ભવિષ્યને ઉજાળજે
(એક છોકરાને છોકરીની છેલ્લી શીખામણ)
ધણી પ્રક્રૃતિની રંગત મને ફળી છે
ગામડાથી લઈને શહેરોની મજા મને મળી છે
એક ઝુંપડાની મુશ્કેલીના અંદાજ મને ધણા
તો આલિશાન મકાનના અનુભવ મને ધણા
દરેક આતે ચડિયાતી શહેરી જિંદગાની
તેની આમે ગામડાની દશા પણ દુર્ગામી
ધણી બધી શહેરોની જાકમજોળ નિહાળી
ધણા કુટુંબોએ શહેરો ભ્ણી મેલી દોટ તાણી
ત્યાં જઈને ખબર પડી કે અહી વૈભ્વ બધા હરામ
આ ગામડાના જીવનને અહી ક્યાંથી મળે વિરામ.....
લાવ બધા કપડાની ગાંસડી બંધાવ
આ શહેરની માયા મુંકી હુ વતનમાં સમાવ,,,,,
(સમય વિત્યાનુ ડહાપણ )
કાજળ આજેલા નયનથી
આંખ તારી રૂપાળી
કૈક યુવા હદયને કરવટ લેવાનુ
દિધુ તેણે ટાલી
આમ તો બધા જ કાંઈક
અટકચાળો કરે જછે
વાળી પાછા તારી કાતરથી
પણ ખુબ ડરે છે
એક મધ –મધતા ગુલાબના પુષ્પ સમી
તુ રીજે ત્યારે
એક બળ-બળતા અસંરાના તાપ જેવી
તું ખીજે ત્યારે
મહોલ્લાના મલકતા હદયને
તારી ચીડ્ક છે
તુ માને કે ના માને તને જોવાના
સ્થળે બહુ ભીદ છે
કહે તા તો કહેવાઈ ગયુ પછી રંગ રહી ગયો
આમ તેમ અથડાતા સબંધ આજ તંગ થઈ ગયો
નહોતી ખબર કે કાનના બધા કાચા છે
રસ્તે ચાલતા માણસ પણ તેના મનમાં સાચા છે
ભલે હોય સાચા તે તેની પણ હરકત નથી
પણ હું તો તારો હિતેચ્છુ છું મારી પણ દરકાર નથી
સારૂ થયુ તારા ચહેરાનો પડદો ચીરાઈ ગયો
આજે તારા નકલી નખરાનો ભાંડો ફુંટી ગયો
કંઈક વચનો આપીને ઠાલા અમે છેતરાયા
હવે વચનનુ નામ ન લઈશ ભલે રહીએ પરાયા
છેલ્લી તારા કનને એક વાત આપુ છુ
આ વિશ્વાસધાતના વચનોથી મારી જાતને
બચાવુ છુ તો છેલ્લી ધડીએ આવજે
આ સાચુ છે તો છેલ્લી ધડીએ આવજે
સાથ તને આપીશ જ
ત્યારે પણ એક વાર વિશ્વાસ
તારો માપીશ જ....
હેત વરસાવે સરા સમયે
દુ:ખે કોઈ ડિકાયના
સુખમાં તારી વાત સાંભળશે
દુ:ખમાં ચીસ સંભલાયના
હોઈશ તેના કમનો ત્યાં
સુધી સત્કારશે
પૂર્ણ થયે વાયદો
રાતો-રાત ધૂત્કારશે
આપશે દિલાસા સ્નેહના ને
નફરતથી નવડાવશે
મીઠા વચનોના રૂપમાં
કડવા ધૂંટ પીવડાવશે
મીઠા વચનોના રૂપમાં
કરશે તારી વાહ- વાહ પછી
અભિમાનથી ઉછાળશે
એકવાર પટકાયા પાછી નીત
ઠેબે ઉડાવશે તેથી
મહામુલી જિંદગીની જોજે
ક્ષણ ચિમળાયના
અવસર રૂડો વિત્યા પાછી
ગયો સમય બંધાયના ....
હૈ પ્રભુ હુ અંશ તારો
તારા વિના નહી કોઈ સહારો
મારા બળબલતા હૈયા મા6
તુજ ઠંડક પહોંચાડનારો
છે આળખામની
આ દુનિયાદારી
કેટલી ખરી કેટલી ન્યારી?
કોઈ હજુ કયાં જાણી શકયુ,
આતો વાત થઈ તારી મારી....
હાથ અડકી ગ્યો
ધણુઉ થઈ ગયુ
શ્વાસ થકડી ગયો
મુખ રાતુ થઈ ગયુ
કઈંક ઉમંગો પ્રેમની
નજરો માં છવાઈ ગઈ
જાણે આકાશી વીજળી
મુજ હૈયે પેસી ગઈ
કોણ જાણે કેમ બધુ
અચાનક થઈ ગયુ
રહયો હુ કોરો ને હૈયુ
ભીનુ થઈ ગયુ.
ધણીવાર વ્યક્તિ પોતાની
જાતે જ બીજાથી અળખામણા થવાની
ચેષ્ટા કરે છે પોતે માનબ હોવાની
ભાન ભુલી પશુ જેવુ વર્તન કરે છે
જરાપણ કિહચકાટ વિના બીજાને
છેતવાની યોજના ધડે છે
તેને પાર પાડવા સો-સો વાના કરે છે
નથી ખબર તેને કે તેના કાર્યથી બીજાને
કેટલી તકલીફ પડે છે તે તો માત્ર પોતાના
સ્વાર્થ ખાતર અનેક ને રફે- દફે કરે છે
પણ ક્યાં સુધી આ ક્રમ જળવાશે
ઈશ્વરને પણ શંકા છે કે
માનવ હવે સુધરશે?,,,,,
સ્નેહ નીતરતા હૈયામાં
લાગણી હોવી જોઈએ
પ્રેમ પાંગરવા માટે
નવી છબી હોવી જાઈએ
દુરથી તેને જાતા હદયમાં
થડકાટ થવી જોઈએ
તેના સ્પર્શને પામવાથી ઉત્કંઠા
શાંત થવી જોઈએ
તેના મીઠા બોલથી વણ કહી
વાત થવી જોઈએ માત્ર નયન નાં
ઈશારાથી જીજ્ઞાસા અમાપ થવી જોઈએ
તેને પૂર્ણ કરવા હ્યદયથી વાત થવી જોઈએ,
આ બધુ થવા માટ માર મિત્ર
પહેલા આપણી નજરમાં કોઈ
નવયુવાન સ્ત્રીની જાત હોવી જોઈએ,,,,
પ્રકૃત્તિનો અણમોલ ઉપહાર
કંઈક નવા ફુલો, રંગ-બેરંગી પર્ણ
અનેક નવા વાદળોને ચમકાતા કિરણ
અજોડ આકાશ ઉભા કરે કેવો સર્જન હાર....
જળ-સ્થલને પર્વતો ટેકરા વિસ્તરાય
નભવાયુમાં સૌરભ તણા વાયરા ફુંકાય
હરખતે હૈયે માનવી પ્રકૃતિમાં નહાય
જો પ્રકૃતિ જન મળે તો કેવો નજારો ઉભો થાય ?
કયાંય પણ વનરાઈ ન મળેને વેરાન બધુ દેખાય
જોઈ સુકી ભઠ્ઠ આ ધરાને માનવી મુંજાય
ત્યારે પ્રકૃત્તિની સાચી કિંમત તેના મનમાં અંકાય,,,,,
એક પ્રબલ ઈચ્છા કાંઈક કરી છુંટવાની
એક નાની મહેચ્છા જીવન જીવી જવાની
જૂની છબીમાં એક અજાણ્યા ચહેરાની
પ્રતિકૃતિ આ આંખોએ જોઅઈ છે
એક ઝંટકે લાગ્યુ કે એ પ્રેમ છે
પછી રહીને થયુ કે હવે વહેમ છે
હતા સાથ ત્યારે ના પુછયુ કે કેમ છે ?
હવે દુરથી અંતર ક્યાં હેમ- ખેમ છે ?
તેથી જ તો અમે નિંદર સાથે બાંધ્યા વેર છે
તુ ચકાસી જૂએ તો ખબર પડે કે
અહી નફરતનો ધોધ બેરહેમ છે...
પણ થઈશ ના તુ દુઃખી, દુ:ખ માટે
તો મારૂ જીવન હજુએ અક બંધ છે
એક નમેલી આંખની વ્યથા
પ્રથમ પ્રેમના વિરહની વ્યથા
લાગ્યુતુ રણમાં ગુલાબ નવુ ખીલતુ
અંતે સમજાયુ કે બધુ નસીબથી મળતુ
પણ નસીબની યારી ક્યાં કોઈની ટકી છે
તેના ભરોસે માત્ર દુનિયા ટકી છે
હુ તો સલાહ તે જ અપીશ કે
તારા આત્મ સન્માનને જાળવજે
એક પરમ તત્વ પર આધાર રાખી
આ જગને દુરથી મૂલવજે
થઈ ધેલો કા ફરે દુનિયા છે તુ ચેતજે
કઈંકને મીટાવી દિધા છે આ દુનિયા છે તુ ચેતજ
કરશે તારા વખાણને ટોચ પર પહોચાડશે
સાચો સનય આવ્યો નીચેથી ઠોકર મારશે
મક્કમ હશે તારા ઈરાદા તો સ્થાન તારૂ ટકશે
અન્યથા ઠોપ્કર ખાઈને તુ દુ:ખમાં મહાલશે
આવા તો કંઈક આહી રાખમાં રોળાય છે
એક તેમા ઉમેરીને બધા હરખાય છે
માનવીની આવી કૂટીલતા છે તુ ચેતજે
થઈ ઈશ્વરનો આદમી સત્યને સાચવજે ,,,,
વિશ્વાસ તારા પ્રેમનો મિટાવી શક્યો નહી
આપેલ તારી યાદને ભુલાવી શક્યો નહી,
આમ તો આ જિંદગીને દોજખ
સતત કરી જ છે છતા તારા સાનિધ્યને
પામી શક્યો નહી હવે તો એક ઝંખના
હતી તે મિટાવી છે તેને યાદ કરવાની
બધી ચાવીઓ ગુમાવી છે,
છતા ક્યાંક યાદના છાયઓ મંડરાય છે
ન ઈચ્છવા છતા મને તેના
કુડાળમાં લઈ જાય છે
પછી જ મારા અધ: પતનની
શરૂઆત ત્યાંથી થાય થાય છે
અને રહી રહીને યાતનાઓના
નિ: સાસા નીકળી જાય છે
બસ એકજ ગુનો મેં કર્યો છે સહજ ,
તારી સાથે લાગણીથી બંધાતો છૂ સહેજ
કેટ કેટલી વાતોના વમળોમાં
ફસાયા આપણે
નાહક જગના સકંજામાં
બેહદ ગુંચવાચ આપણે
નહેતી ખબર એટલી કે
આવા પણ દિવસ આવશે
જે ઘાવ ભરનારા લાગે છે તે
મીંઠુ પણ ભભરાવશે પાંસે રહી પોતીકા થઈ
પરાયા વર્તનને પણ લજાવશે
નાહક આપણી વાતો કરીને જગ હાંસી કરાવશે
યાર જણ્યુ આ જગતના
વર્તનને કોઈ પામી શક્યું નથી
તો શી વિસાત આપણી કે
તેના રંગને પામીએ?
જિંદગીના મહામૂલા સમયમાં બધા
પોતાનોસમય શ્રેષ્ઠ વિતે તેવી ખેવના કરે છે,,,,
પરંતુ સમયની શ્રેષ્ઠતા ટકાવવા માટે
કોઈની તૈયારી રતિભાર પણ હોતી નથી...
તો અહી માત્ર સફળ થવુ તે
કોઈ મોટી બાબત નથી
પણ તે સફળતા પચાવીને તે
સફળતાને ટકાવી રાખવી
તેમોટી બાબત ગણી શકાય
કારણ કે સફળતાને પચાવવા
માટે પણ સમદ્રષ્ટ્રિ અને વિશાળ
હદયની ભાવનાની વધારે જરૂર જણાય છે
અને આજના આ તકવાદી માણસમાં
આ બન્ને પાંસાનો અભાવ ખુબ જ વર્તાય છે,
કેટ-કેટલા સ્વપ્નાઓ સજાવ્યો આજે
જઈશ ઘેર અને મિત્રોનાં ટોળામાં સાંજે
કરીશુ મીઠી વાતો અને મુંકીશુ કોયડા
ફરીશુ ખેતરને ટપારીશુ ખોયડા
મોટાની મર્યાદા માંની આશિષ અમે લેશુ
ભાઈ બન્ધુઓના સાચા સ્નેહને પામીશુ,
કેટ-કેટલી કલ્પનાઓ અહી બેઠુમન વાગોળે છે
અરે હજુ તો દિવસ આથમ્યો છે,
કયારે પોર ઉગેને રેલની સીટીવાગે ?
પણ આજે સમય કાં ન ભાગે ???
અચાનક આજે બારીનાં ખુલ્લા
બારણામાંથી વેલાનાંપર્ણ
રૂમમાં પ્રવેશી ચુક્યા પવનના
કારણે ધડીક અંદરને ધડીક બહાર
ડોકાયા કરતી આ લતા,,,,,
તરત જ થયુ કે આ લતા પણ
વૈભવી ઠાઠથી સજાવેલા રૂમની
સરખામણી સૂર્યનાં આછા તદકામાં
જળહળી રહેલા વૃક્ષો સાથે કરતી હોય
તેવુ લાગે છે, કદાચ તેને પણ પ્રકૃતિના રંગની
કિંમત મારા વૈભવી રૂમ કરતા સો ગણી
વધારે લાગતી હશે અને તેથી જતો
એક જોરદાપવનની લહેર ખીએ
પેલી વેલના દોકાને વેક્ષની ડાળીમાં
ખોંસી દિધુ કે ફરી પાંછુ કયારેય તે
રૂમમાંડોકાઈ જ ના શક્તુ ,,,,,,
આભાર
એક સમયથી લાગણીની નહેંક
બનીને સદા સાથે ચાલનારનો
કેજે હંમેશા મારા ઉજજવળ
ભવિષ્ય માટે ચિંતિત છે
નિષ્ફતા ખંખેરીને
નવા જૂસ્સા સાથે આગળ વધવાની
શીખ તેના હદયમાંથી સતત
મને મળે છે અને મારી
કાર્ય શક્તિને સતત દૂર રહીને
પણ નવો જૂસ્સો પ્રેરે છે
તેવા નિકટના સ્વજનનો,,,,
Sunday, May 8, 2011
Subscribe to:
Posts (Atom)