Wednesday, February 16, 2011

પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર,

પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર,
સુંદર મુખની મધુરી વાણી સત્ય નથી તલભાર;
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
કરમાં વાગતી વીણા તારી તાલ-બેસૂરી થાશે,
મધુર મિલનનાં મધુર ગીતડાં તાલ-વિરહ બની જાશે;
પાછા સંધાતા નવ જોયા મેં વીણાનાં તાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
દિલનો દાવ લગાવ્યાં પહેલા પારખજે ખેલાડી,
ખેલાડી જો ચપળ હશે તો નહિ ચાલે તારી ગાડી;
મધદરિયે છોડીને તુજને ચાલ્યો જાશે પાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
વગર વિચાર્યું કરે માનવી, ભૂલ કરી પસ્તાય,
ગયો સમય પાછો નવ આવે, રુદન કરે શું થાય !
માટે ચેતાવું પહેલાથી તુજને વારંવાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
-રમેશ ગુપ્તા


પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઈમાં,
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં.
આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.
આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તહીં,
યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી;
મોંઘું તમારાથી સપનું તમારું,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.
મિલનમાં મજા શું ? મજા ઝુરવામાં…
બળીને શમાના પતંગો થવામાં;
માને ના મનાવ્યુ મારું હૈયું નઠારું,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.
આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.




જલ થોડા નેહ ઘણાં,
લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે,
ઈસ બિધ તજે હૈ પ્રાણ.



પ્રીત બાંધી જરા જોજો,
ઝેર ચાખી જરા જોજો,
પ્રીત બાંધી જરા જોજો.....

વાયુ વેરી બની જાશે,
હાથ આપી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો....

પ્રશ્ન લાખો ઉઠે ત્યારે,
મૌન રાખી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો.....

દુનિયા કેવી ભિખારણ છે,
કંઇક માગી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો.....

કર્ણ તો છે ‘અમર’ દિલમાં,
ટહેલ નાખી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો..



એક એવી તે પ્રીત અમે કીધી
ઘૂંટમાં આખી પિયાલી પીધી!
પીંછામાં એક, અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ.

એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી!
એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઊઘડ્યાં ફટોફટ ફૂલ;
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં
વનવનનાં પર્ણો વ્યાકુળ:
એક એવી તે પ્રીત અમે કીધી
કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી!

- જયન્ત પાઠક


પ્રેમ કહો કે કહો પ્રીત,
જીવનમાં સૌ કરે છે પ્રીત.

હૈયે હોય જો સાચી પ્રીત,
મળે છે જરૂર સુંદર મનમીત.

પ્રીતની છે રીત નિરાળી,
મીઠી-મધુર લાગે છે પ્રીત.

ધીરજ રાખી કરજો પ્રીત,
થાશે જરૂર પ્રીતની જીત.

મુખ પર રાખજો મધુરું સ્મિત,
પ્રીત છે દિલનું સંગીત.

ગાતાં રહેજો પ્રીતનું ગીત,
જીવનમાં જરૂરી છે કરવી પ્રીત.

જાળવજો સદા, પ્રીતની રીત,
બાંધી રાખજો પાલવડે પ્રીત.




ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી....


હુ તને પ્રેમ કરુ છુ
ખબર છે "કેમ કરુ છુ?"
ગમે છે તુ મને
ગમુ હુ પણ તને
આમજ વિતે જીવન ની સવારસાંજ
રહીએ ડુબેલા એકબીજા માં
રાખી એ એકબીજા નો ખ્યાલ!!!!!!!!!!!
આટલા શબ્દ લાગણી વ્યક્ત કરવા થોડા છે
પણ શુ કરુ
હુ તને પ્રેમ કરુ છુ
ખબર નથી "કેમ કરુ છુ?"
ભવિષ્ય માં જો આછો થાય કદાચ આ "પ્રેમ"
ટોકજે મને!!!! કહે જે... આમ "કેમ કરુ છુ?"
હુ તને પ્રેમ કરુ છુ!!!!!!!!!!
"મુકેશ વાલા"


તૂ હોય કિનારે તો ડૂબવા તૈયાર છુ,
તૂ હોય શમ્સાને તો બળવા તૈયાર છુ.

સુંદર,તારા જ઼ુકેલ નયનો ની કસમ,
તારી પ્રીત માં સિકંદર બનવા તૈયાર છુ.
...
હશે બધા કહે પ્રીત પાંગળી હોય છે,
અચૂક થી હું પાળિયો થવા તૈયાર છુ.

બંધ બાજી જિંદગી ની હતી અને રેહ્શે જ,
રાખી ત્રણ-ત્રણ ઍક્કા જતુ કરવા તૈયાર છુ.

પ્રેમ નો પૂજારી કવિ મુફલિસ નથી,
ઈતીહાસ કોખે પ્રેમ ઉત્તર લખવા તૈયાર છુ

આભાર,તારા વિરહ માં ઈશ્વર તો મળશે જ,
પ્રીત ભૂલી 'લાલ' કફન ઓઢવા તૈયાર છુ


વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..- તુષાર શુક્લ