Monday, June 13, 2011

હૃદય માનો ભગવંત રહ્યો ભૂખ્યો હૃદય માં ,શોધે તેને મૂરખ તું આકાશમાં .

હૃદય માનો ભગવંત રહ્યો ભૂખ્યો હૃદય માં ,શોધે તેને મૂરખ તું આકાશમાં .............


ક્યાં શોધે છે તું રામેશ્વર અને ક્યાં શોધે છે તું કાશી,
હૃદય માનો ભગવંત રહ્યો ,ભૂખ્યો હૃદય માં શોધે તેને તું આકાશમાં ....,
ક્યાં શોધે છે તું રામેશ્વર અને ક્યાં શોધે છે તું કાશી,

પ્રકૃતિ માં ખળ ખળ ઝરણા,ઝાડ ફૂલો ખીલી ઉઠ્યા છે ,તે ના જોયા કદી નેત્રો ઉઘાડી ,
વર્ષા ઋતુની ઝરમર ધારા તને ન દેખાયો જે માં કુદરતનો કોઈ ઈશારો,
શો ફાયદો તને ઉપયોગ આંધળા, ઉજાશ હોવા છતા દિપક નો ...


રુદ્રાક્ષો ની માળાઓ ગાળામાં , અને લગાડી તે ભસ્મ કપાળે ,,,,,,
ના લીધું કદી હળ હાથમાં પક્વી શક્યો ના કદી મોતી આ માટી માંથી,
ભાગવા ધારણ કરી સંસાર ને ત્યજી કા તું નાઠો હાય અભાગ્યા ...,


પરમાત્મા બોલે છે બાલ સ્વરૂપ મુખે,પરમાત્મા ડોલે છે ખેતર કેરા બહુમુલ્ય ઊંચા પાક માં,
ક્યારેક તું થઇ ને ભગવાન ભિખારી અન્ન માટે આંતરડા તારા પોકારે,
આગળ પાછળ ચોમેર તારા હોવા છતાં દેખાય ન તને પરમાત્મા, શોધે તેને તું આકાશમાં .......
ક્યાં શોધે છે તું રામેશ્વર અને ક્યાં શોધે છે તું કાશી......."પ્રણય " ૧૩/૦૬/૧૧ ...

No comments:

Post a Comment